Posts

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Image
    Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates

Image
      Pardi, valsad,dharampur,vapi,chikhli, vansda,dang,Ahwa,vaghai subir, Saputara, navsari,Gandevi, Jalalpor, khergam, Umargam, kaparada,world environment day celebration news updates 

બારડોલી : સહકારી આગેવાન માનસિંહના જન્મદિને રક્તદાન-વૃક્ષારોપણ

Image
  બારડોલી : સહકારી આગેવાન માનસિંહના જન્મદિને રક્તદાન-વૃક્ષારોપણ

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

Image
ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી. વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે.  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ

Image
સુરખાઈ (ચીખલી) :  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના શાણા લોકો, સંગઠનો, રાજકીય નેતાઓ અને સમાજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના મંચ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરી, ત્યારથી સંયુકત રાષ્ટ્ર સંઘ અંતર્ગત અનેક કાર્યક્રમો-અભિયાનો થયા છે. માનવીના ઉત્ક્રાંતિના અલગ અલગ તબકકાઓ કરતા ઔધોગિક ક્રાંતિ પછી આપણે જળ-જંગલ-જમીન અને ખનીજના અમર્યાદિત દહનથી પર્યાવરણનું સંતુલન બગાડયુ,  જેનાથી સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર સંઘે ૫ જુને વિશ્વિ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી ૧૯૭૩ માં ' એકમાત્ર પૃથ્વી ” (ONLY ONE EARTH) ના થીમ (વિષય) પર કરવામાં આવી.  ત્યાર પછી દર વર્ષે અલગ અલગ વિષયો પર આવી ઉજવણી અનેક સ્તરે થતી રહી છે. આ વર્ષે " સંયુકત રાષ્ટ્ર સંઘ ' આ દિવસની વૈશ્વિક ઉજવણી '' આપણી જમીણ આપણું ભવિષ્ય " (OURLAND OUR FUTURE) વિષય પર સાઉદી અરેબિયા કરી રહેલ છે. હાલ વિશ્વમાં ગ્લોબલ વોર્

ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.

Image
         ધરમપુર: ધરમપુર તાલુકાના શિક્ષક નિલેશભાઈ નિકુળિયાએ  તેમના જન્મદિવસ નિમિત્તે આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થી માટે સહાયરૂપ બન્યા.  તેઓ એક શિક્ષક તેમજ એક સામાજિક કાર્યકર્તા પણ છે, તેઓ બાળકો ને ખુબ સુંદર રીતે અભ્યાસમાં ધ્યાન આપે છે, તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ ખૂબ સુંદર રીતે કરે છે તેવો ધરમપુર વિસ્તારમાં સામાજિક કાર્યક્રમ તેમજ હાલમાં આનાથ બાળકો માટે આશ્રમશાળા બનાવવામાં ખૂબ સહયોગ આપ્યો છે,  પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ એમના સહયોગથી બનાવવામાં આવ્યું છે, તેઓ આશ્રમ શાળા માટે પોતાની જમીન ઉપર આશ્રમ બનાવ્યો છે આટલો ખૂબ સહયોગ અને સુંદર સેવા કરી છે મિનેશભાઇ પટેલના ગ્રુપ સાથે મળીને ખૂબ જલ્દી અનાથ બાળકો માટે આશ્રમશાળા ચાલુ કરવા જઈ રહ્યા છે. સંક્લ્પ એજયુકેશન ગૃપનાં admin મીનેશભાઈ પટેલે નિલેશભાઈને  તંદુરસ્ત ભર્યું જીવન રહે અને આનંદ મંગલમાં રહે એ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.