Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા

  Bardoli cricket tournament news : બારડોલી તાલુકા હળપતિ સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉવા ગામની પ્રથા ઈલેવન વિજેતા 


 
બારડોલી તાલુકા હળપતિ સમાજ દ્વારા એચ.પી.એલ. ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન બમરોલી ગામના ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં હળપતિ સમાજની ૧૦ ટીમોના ૧૫૦ યુવાનોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન તા.પં.પ્રમુખ જમનાબેન રાઠોડના હસ્તે સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલમાં ઉવા ગામની પ્રથા ઈલેવન ટીમ વિજેતા બની હતી. જયારે રનર્સઅપ હારવિક ઈલેવન દીપકભાઈ કડોદ ટીમ બની હતી.  સ્પોન્સર કેયૂરભાઈ પરેશભાઈ રાઠોડના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રનર્સઅપ ટીમને સમાજના આગેવાન સેમભાઈ અસ્તાનના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે હળપતિ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના મંત્રી અશ્વિન રાઠોડ, રમેશભાઈ રાઠોડ (તેન), પ્રવીણભાઈ હળપતિ (બારડોલી) અને કડોદ ગામના સમાજ આગેવાન પરુશભાઈ રાઠોડ દ્વારા સમાજના યુવાઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Comments

Popular posts from this blog

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગુજરાત ગાર્ડિયન

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.